Om Bla Bla
Om Bla Bla

બરફિચૂરમુ રેસીપી

All

How to make બરફિચૂરમુ ?

સામાન્ય રીતે જોઈએ તો ગામડામાં કોઈ પણ તહેવાર હોય કે ઘરે કોઈ પ્રસંગ હોય તો બધા બર્ફીચુરમું જ બનાવે અને બર્ફીચુરમું એ તો આપણી પારંપરિક વાનગી છે ગળ્યું ખાનારા લોકો માટે તો બેસ્ટ છે ઘણા લોકો ને બર્ફીચુરમું ભાવે છે એક વાર મારી રીત થી બર્ફીચુરમું બનાવજો એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે
Preparation Time: ૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for બરફિચૂરમુ રેસીપી

# Ingredients
1. 2 કપ કરકરો ઘઉં નો લોટ,
2. ¾ કપ રવો,
3. ½ કપ ચણા નો લોટ,
4. મોણ માટે 4 ટેબલ સ્પૂન ઘી કે તેલ,
5. 1 કપ દૂધ, અને પાણી,
6. 1½ કપ ખાંડ, અને ખાંડ ડૂબે એટલું પાણી,
7. 1½ ટેબલ સ્પૂન મલાઈ,
8. 1 ટેબલ સ્પૂન સમારેલા ડ્રાય ફ્રૂટ,
9. એલચી અને જાયફળ નો ½ ટી સ્પૂન પાઉડર,
10. થોડી ચારોળી,
11. તળવા માટે ઘી કે તેલ.

Steps of બરફિચૂરમુ રેસીપી

# Steps
1. એક વાસણમાં ત્રણે લોટ ભેગા કરી મોણ નાખી, દૂધ અને જરૂર પડે તો પાણી થી લોટ બાંધી લો, એકદમ કઠણ લોટ બાંધવો.
2. મુઠીયા વાળતા જાવ અને તળતા જાવ, બ્રાઉન રંગના તળવા.
3. ઠરે એટલે મીક્સર માં ભૂકો કરી લો, તેમાં એલચી જાયફળ નો પાઉડર ઉમેરો.
4. એક વાસણમાં ખાંડ અને પાણી લઈ ગરમ કરો, 1½ તારની ચાસણી બનાવી તેમાં મલાઈ નાખી ફરી ગરમ કરી એકદમ મિક્સ કરી, ચુરમુ નાખી ને હલાવી લો.
5. એક ઘી ચોપડેલી થાળી માં નાખી, ઠારી દો
6. ઉપર ડ્રાય ફ્રૂટ અને ચારોળી નાખી, કાપા પાડી લો,
7. ઠરે એટલે ડબ્બા માં ભરી લો.
8. આમાં મલાઈ ન નાખો તો પણ ચાલે.

About Author of બરફિચૂરમુ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts