ચોકલેટ ખાવા થી પણ નહિ સડે દાંત, અપનાવો આ પાંચ નુસ્ખા

Dhaval

Entertainment

જાહેર જીવન માં ચોકલેટ ને દાંત ની સમસ્યા નું મૂળભૂત કારણ મનાય છે.

શું ખરેખર ચોકલેટ ખાવાથી દાંત ખરાબ થાય છે?

તમે જવાબ સાંભળી ને આશ્ચર્યચકિત થશો, પણ ચોકલેટ દાંત ની સમસ્યા નું કારણ નથી.ચોકલેટ ખાધા પછી જો તમે કરશો આ માવજત, તો ક્યારેય નહિ થાય દાંત ની સમસ્યા.

(૧) ચોકલેટ ને અન્ય સમયે ન ખાતા, તમારા ખોરાક નો એક ભાગ બનાવો, જમ્યા પછી તરત જપાણી પીધા પહેલા ચોકલેટ ખાઈ શકો છો અને પછી કોગળા કરી ને ચોકલેટ થી થતી આડઅસરટાળી શકો છો.

આવું કરવા થી ચોકલેટ માં રહેલા ચીકણા, દાંત નો સડો કરતા પદાર્થો ઓછા સમય સુધી દાંત ના સંપર્ક માં રહે છે. જેથી સડો અને દાંત ના અન્ય રોગો ટાળી શકાય છે.

આ ઉપરાંત ખોરાક ની સાથે જ ચોકલેટ ખાધી હોય, દાંત ની સપાટી સાથે ખોરાક નો સંપર્ક અને બેક્ટેરિયા ને વધવાનો સમય ઓછો મળે છે. જે શક્ય દાંત ના રોગો ને અટકાવે છે.

(૨) કેરેમલ વાળી અથવા ખુબ ચીકણી દાંત માં ચોંટે એવી ચોકલેટ કરતા, ડાર્ક ચોકલેટ અથવા ઓછી ગળી પ્લેન ચોકલેટ પસંદ કરો.

ડાર્ક ચોકલેટ ખાવા ના ખુબ ફાયદાઓ હોય છે.તે હાર્ટ તથા સ્કિન માટે ઘણી ફાયદાકારક હોય છે.ઉપરાંત, ડાર્ક ચોકલેટ થી દાંત ની તકલીફો થવા ની સંભાવના નહિવત હોય છે.

કેરેમલ તથા અન્ય ચીકણા પદાર્થો લાંબા સમય સુધી દાંત ની સપાટી પર ચોંટેલા રહે છે.જે દાંત ના રોગો થવા ની સંભાવના વધારે છે.દાંત માટે એક સૂત્ર હંમેશા યાદ રાખો..

” જેટલો વધુ શર્કરા -દાંતનો સંપર્ક સમય, એટલા વધુ દાંત ના રોગો ”

ચોકલેટ કે કોઈ મીઠાઈ દાંત ની દુશ્મન નથી.યોગ્ય માવજત અને smart diet ની સમજણ થી ચોકલેટ નો સ્વાદ કોઈ પણ બીક વગર લઇ શકાય છે.

(૩) રાત્રી ના સમયે ચોકલેટ ખાવા નું ટાળો.

રાત્રે સુતા પહેલા ચોકલેટ ખાવાની ટેવ થી બચો.મોડી રાત્રે ચોકલેટ ખાવા થી ચોકલેટ ના દ્રવ્યો ગાલ, જીભ તથા દાંત સાથે ચોંટેલા રહી જાય છે. જે બેક્ટેરિયા વધારે છે.

ચોકલેટ માં રહેલી સુગર બેક્ટેરિયા એસિડ માં પરિવર્તીત કરે છે. જે દાંત ની સપાટી ને નુકસાન પહોંચાડે છે. રાત્રે આ પ્રક્રિયા વધુ તીવ્ર ગતિ એ થતી હોય છે. ઊંઘ માં પાણી ન પીવાતું હોવાથી તથા લાળગ્રંથિ ની ઓછી ક્રિયા થી આવું બનતું હોય છે.

(૪) ચોકલેટ ખાધા પછી મીઠા ના પાણી થી કોગળા કરો.

મીઠું એ દાંત માટે પુરાતન સમય થી ઉપયોગ માં લેવાતું ઘરગથ્થુ ઉપચાર છે. પાણી માં મીઠું નાખી ને કોગળા કરવા થી દાંત ની સપાટી પર લાગેલા ચીકણા દ્રવ્યો ઓછા થાય છે.

આ ઉપરાંત મીઠા ના રાસાયણિક ગુણધર્મો ને લીધે બેક્ટેરિયાનો નાશ થાય છે. મીઠા નો ઉપયોગ કોગળા કરવા પૂરતો જ સીમિત રાખવો હિતાવહ છે. દાંત પર મીઠું ઘસવા થી દાંત ની સપાટી ને નુકસાન થવાની પુરી શક્યતા છે.

મીઠું abrasive (ઘસારો કરતુ પદાર્થ ) હોવાથી દાંતના enamel ને હાનિ પહોંચાડે છે. જેથી મીઠા નો ઉપયોગ ફક્ત પાણી થી કોગળા કરવા માટે જ કરવો.

(૫) નાના બાળકો ને ચોકલેટ/ બિસ્કિટ વગેરે આપ્યા પછી બ્રશ કરવાનો આગ્રહ રાખો.

નાના બાળકો ના (દુધિયા દાંતની ) દાંત ની સપાટી દાંતનો સડો થવા માટે, પાકા દાંત ની સરખામણી માં વધુ નરમ હોય છે.

આ ઉપરાંત બાળકો ના દાંત ની રચના વધુ તીક્ષ્ણ (ખાડા- ટેકરાવાળી) હોય ખોરાક ફસાવાના અને લાંબા સમય સુધી અટકી રહેવાની શક્યતા વધુ હોય છે.

બ્રશ કરવાથી ફસાયેલો ખોરાક તથા ચીકણા દ્રવ્યો સરળતાથી દૂર થાય છે દાંત ના સડા જેવા રોગોથી બચી શકાય છે. આ પ્રયોગ માત્ર બ્રશથી કરવાથી પણ ફાયદો થાય છે. બધી ટૂથપેસ્ટ નો ઉપયોગ નાના બાળકો માટે હિતાવહ નથી.

ઉપર જણાવેલા બધા જ પ્રયોગો ચોકલેટ થી દાંતને થતા નુકસાન ને બચાવી શકે છે.

તો મિત્રો ચોકલેટ નો પૂરો સ્વાદ માણો, પણ તેનાથી થતા નુકસાન થી આટલા ઘરગથ્થુ ઉપચાર/ નુસ્ખા ના પ્રયોગ થી બચો.

– ડો. ધવલ બાવીશીbavishidentalcare.com