મોટાપા થી મેળવો છુટકારો – ખાલી આવી રીતે કરો આનો ઉપયોગ

Saxi

Entertainment

જીરા ના ત્રણ પ્રકાર છે.કાળું જીરું ( કાળીજીરી), શાહી જીરું અને મસાલા માં વપરાય છે એ જીરું.

કાળુજીરું પેટ ની કોઈ તકલીફ હોય તેમાં ખુબજ ઉપયોગી છે નાના બાળક થી લયને મોટા બધાજ પેટ ના દુખાવા કે કૃમિ ની તકલીફ માં ખુબ જ ફાયદો થાય છે.મસાલા માં વપરાતા જીરા નો ઉપયોગ રેગ્યુલર કરવા માં આવે તો એ કેન્સર જેવા રોગ સામે રક્ષણ આપે છે. યુરિક એસિડ ની તકલીફ હોય તેને જીરા ની ચા પીવી જોઈએ.શાહી જીરું નો સ્વાદ ખુબજ સારો હોય છે. જયારે જીરારાઈસ બનાવીયે ત્યારે શાહી જીરું વાપરવા થી રસોઈ નો સ્વાદ વધી જાય છે.

આજકાલ લોકો વજન ઓછું કરવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. કોઈ જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કરે છે તો કોઈ ડાયેટ ટીપ્સ ફોલો કરતા હોય છે. આપણા ભોજનની અનેક વસ્તુઓ એવી છે કે જેના રોજિંદા સેવનથી પણ તમે વજન પર કંટ્રોલ મેળવી શકો છો. જેમાંની એક વસ્તુ છે જીરૂ. જીરાના અનેક ફાયદા છે. જીરાનું પાણી વજન ઉતારવા માટે અક્સિર છે. તેના ફાયદા જાણીને તમે આજે જ અમલમાં મૂકવાનું શરૂ કરી દેશો.

* જીરાનું પાણી આયર્નનો સારો સ્ત્રોત છે. આયર્નની હાજરી શરીરને હેલ્ધી રાખવા માટે ખુબ જરૂરી છે. તેમાં વિટામીન એ અને વિટામીન સી પણ હોય છે. રોજે રોજ આ પાણીપીવાથી ઈમ્યુનિટી વધે છે અને અનેક બીમારીઓ દૂર રહે છે. તેનાથી વજન વધતું નથી.

*એક ચમચી જીરું રોજ રાત્રે ગરમ પાણી માં નાખીને સવારે તેને ઉકાળી લેવું અને તેને ગરમ ચા ની જેમ પીય જવું અને વધેલું જીરું પણ ચાવીને ખાય જવું જેથી શરીર માં રહેલીવધારાની ચરબી નાશ પામશે.

*બે ચમચી જીરું પાવડર લઈ તેમાં ત્રણ ચમચી દહીં નાખીને ખાવાથી કરવાથી શરીર ખુબ ઝડપ થી ઉતરે છે.

*એક ચમચી જીરા પાવડર ને એક ગ્લાસ ગરમ પાણી માં ઉમેરવો અને ત્યારબાદ તેમાં અડધી ચમચી મધ ઉમેરી ને દરરોજ પીવાથી શરીર ની ચરબી નાશ પામે છે.

*લીલા શાક ભાજી નો શૂપ બનાવીને તેમાં જીરું પાવડર ઉમેરી ગરમ ગરમ પીવાથી શરીર નું વજન ઓછું થાય છે .

*ગાજર કોબી જેવા શાક ને ઉકાળી ને તેમાં આદુ ખમણી ને નાખવું ત્યારબાદ લીંબુ નો રસ અને જીરું પાવડર ઉમેરી ને પીવાથી શરીર ઝડપ થી ઉતરે છે .

*એક ગ્લાસ પાણી લેવું અને તેમાં જીરું હાથ વડે મસળી ને નાખવું રાત ના સમય માં જીરું પલાળી દેવું અને સવારે એજ પાણી અને જીરું ઉકાળી લેવું અને તેમાં હળદર અને એક ચમચી લીંબુ નો રસ ઉમેરીને પીય જવું જેનાથી ઝડપ થી તમારા પેટ ની વધુ ચરબી નાશ પામશે

*એક ચમચી જીરા માં થોડું મધ ઉમેરી ને સૂતી વખતે ખાવાથી શરીર નો મોટાપો ઘટે છે .

*જીરા ને થોડું શેકી ને તેને પીસી લેવું આ પીસેલું થોડું આખ્ખુભાગું રાખવું આ પાવડર ને સવારે નારના કોઠે અને રાતે સૂતી વખતે એક એક ચમચી થોડા ગરમ પાણી સાથે પીવું જીરા ના આ રીતે કરેલા ઉપયોગ થી શરીર માં રહેલી ચરબી ઓછી થાય છે.

વજન ઉતારવા માટે જીરા નો ઉપયોગ એકસાથે ૧૫ દિવસ કરવો ત્યારબાદ લગભગ બીજા ૧૫ દિવસ કોઈ બીજી વસ્તુ જેમ કે ગ્રીન ટી કે પછી મેથીદાણા કે કોઈ પણ બીજી વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે કોઈ પણ વસ્તુ ૧૫-૨૦ દિવસ વજન ઉતારી શકે છે ત્યાર બાદ કોઈ બીજી વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ એટલે કે ૧૫ દિવસ ના કોઈ બીજી વસ્તુ ના ઉપયોગ બાદ ફરી થી જીરા નો ઉપયોગ ચાલુ કરી શકાય.