હાનિકારક કેમિકલ વગર બહાર જેવું એલોવેરા જેલ ઘરે બનાવો

Saxi

Entertainment

હેલો મિત્રો આજ હું તમારી સામે એલોવેરા જેલ લઇ ને આવી છું. આ જેલ ને તમે આરામ થી ફ્રીઝ માં રાખીને સ્ટોર કરી શકો છો . આ જેલ તમારા સ્કિન ના ઘણા પ્રોબ્લેમ થી તમને બચાવશે .અથવા તમારા વાળ માં ખોડો જેવી અમુક સમસ્યા છે તો આ જેલ તમે વાળ માં યુઝ કરી શકો છો.આ જેલ એકદમ નેચરલ છે.

*ચાલો આપણે જોઈએ એલોવેરા જેલ કઈ રીતે બનાવીશુ .

સામગ્રી: ૧ વાટકી એલોવેરા૨ ચમચી બદામ નું તેલ૩ ચમચી નારિયળ નું તેલ૨ વિટામિન ઈ ની કેપ્સુલઅડધી ચમચી જીલેટીન (ખાવા માં વપરાતું)અડધી ચમચી ગ્રીન ટી

બનાવવા ની રીત:એલોવેરા ને કાપી ને એની અંદર ના સફેદ ભાગ ને અલગ કરી લેવો. ત્યારબાદ એને પાણી થી ધોઈ ને મિક્સર માં પીસી લેવું. આ પીસેલા એલોવેરા ને ગાળી ને એક પેન માં ગરમ કરવા મૂકવું. ગરમ થતી વખતે ઉપર થી કચરો કે ફીણ આવે તે અલગ કરી લેવા. આ લીકવીડ ને વ્યવસ્થિત ઉકાળી લેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી ને તેમાં ગ્રીન ટી ઉમેરવી. ૫ મિનિટ પછી મિશ્રણ ને ગાળી લેવું. ત્યાર બાદ ફરીથી ગેસ ચાલુ કરી ને તેમાં જીલેટીન ઉમેરવું અને મિશ્રણ ને ૨ મિનિટ સુધી ગરમ થવા દેવું. ત્યારબાદ આ મિશ્રણ ને એક કાચ ના બાઉલ માં કાઢી લેવું અને તેમાં બદામ નું તેલ, નારિયળ નું તેલ અને વિટામિન ઈ ની કેપ્સુલ ની અંદર નું લીકવીડ એડ કરી ૨ થી ૫ મિનિટ એક ધારું હલાવતા રહેવું. થોડા સમય પછી આ લીકવીડ જેલ માં પરિવર્તિત થાય જશે.

આવી રીતે બની ને તય્યાર થયેલ જેલ ને ફ્રિજ માં સ્ટોર કરવી. આ જેલ વપરાશ માં લેતી વખતે એમાં લીંબુ નો રસ ભેળવી ને ઉપયોગ કરવા થી ખુબ સારું પરિણામ પ્રાપ્ત થાય છે.