નવજાત શિશુ માટે હરડે એક માતાની ગરજ સારે છે

Ripal

Entertainment

હરડે એક માતાની ગરજ સારે છે.

હરડે માં સંકોચન નો ગુણ છે. તે શરીર ના વધારા ના પાણીને શોષી લે છે. જેથી જઠર અને આંતરડા ને સંકોચન કરે છે. જેથી પેટમાં રહેલ અન્ય અવયવો ને જરૂરી દબાણ હટાવી પૂરતી જગ્યા કરે છે. અને શરીર ના વધારા ના વજન ને દૂર કરી દે છે.

હરડે વાયુ ની ગતિ ને સબળી કરે છે, ખોરાક પચાવનાર, પેટ સાફ કરનાર, વેદના દૂર કરનાર, શક્તિ વર્ધક, બળ આપનાર, બુદ્ધિ વધારનાર, આંખો ને તેજ આપનાર, યકૃત અને હૃદય ને બળ આપનાર, લોહી વધારનાર, ગર્ભાશય નો સોજો મટાડનાર, આયુષ્ય વધારનાર અને સંતતિ ઉત્તપનકરવા માં મદદ રૂપ થાય છે.

હરડે ભોજન સાથે ખાવાથી બુદ્ધિ, બળ અને ઇન્દ્રિય પ્રસન્ન કરે છે. વાત, પિત્ત કફ ને નષ્ટ કરે છે. ભોજન પછી ખાવાથી વધારા ના અન્નથી થતા વાત, પિત્ત, કફ દૂર કરે છે.ભોજન ના કલાક પહેલા હરડે લેવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે.