ગુણો નો ખજાનો એટલે ઘર માં રહેલી હળદર -જાણો તેના અદભુત લાભ

Saxi

Entertainment

તમે પણ જાણતા જ હશો કે હળદર માત્ર રસોડામાં વપરાતો એક મસાલો નથી તે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ બહુ ગુણકારી છે.* જેમ શરદી-ખાંસીમાં તેમજ કોઇ ઘા પડ્યો હોય તો તેને ભરવા માટે હળદરનો પ્રયોગ થાય છે તેમ ત્વચાને નિખારવા માટે પણ વર્ષોથી આપણે ત્યાં હળદરનો પ્રયોગ કરવામાં આવે છે.હિન્દુ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિ તો તમને યાદ જ હશે. તેમાં પણ હળદરનો પ્રયોગ થાય છે. જોકે, આજકાલ માર્કેટમાં ઘણી એવી ક્રીમ મળતી થઇ ગઇ છે કે લોકો પ્રાકૃતિકતત્વનો ઉપયોગ કરતા બંધ થઇ ગયા છે. પણ અમે તમને હળદરના એવા કેટલાક ફાયદા જણાવીશું કે તમે તેનો તુરંત જ પ્રયોગ કરતા થઇ જશો.

તો ચાલો મિત્રો આજે આપણે જોઇશુ હળદર માં રહેલા ગુણો:-

(1)= હળદર આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે અને માત્ર થોડી જ હળદરનું સેવન કરવાથી ઘણા રોગોને દુર કરી શકાય છે.

(2)= હળદરનું સેવન જો ગરમ પાણી સાથે કરવામાં આવે તો ઘણા પ્રકારના રોગ દૂર થાય છે.

(3)= ઘણા લોકો સવારમાં ઉઠીને ખાલી પેટ ગરમ પાણી અને હળદરનું સેવન એકસાથે કરે છે. હળવું ગરમ પાણી અને હળદરને એક સાથે પીવાથી ખૂબ ફાયદો થાય છે. જેમ કે ગરમ પાણી અને હળદર પાચન ક્ષમતાને વધારે છે.

()= હળદર વાળું પાણી પીવાથી ડાયાબિટીસ હમેશાં કન્ટ્રોલમાં રહે છે માટે ડાયાબિટીસના દર્દીઓએ હળદરવાળું પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ.

(5)= હળદર લોહીને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે. હળદરવાળું પાણી પીવાથી લોહી માં આવેલી અશુદ્ધિઓ સાફ થઈ જાય છે . ખીલની સમસ્યા પણ દૂર થઈ જાય છેઅને ​ચહેરો એકદમ ચમક મા આવી જાય છે

(7)= હળદરમાં કરક્યુમિન નામનું તત્વ મળી આવે છે અને આ તત્વ દુખાવો અને સોજાને દૂર કરવામાં ઉપયોગી થાય છે.

(8)= હળદરને મગજ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને તેનું સેવન હુંફાળા પાણી સાથે કરવાથી મગજ હંમેશા તંદુરસ્ત રહે છે અને મગજને લગતી બીમારીઓ દૂર રહે છે.(9)= ખીલની સમસ્યા પણ દૂર થઈ જાય છે અને ચહેરો એકદમ ચમક મા આવી જાય છે

(10)= શેકેલી હળદરનું ચુર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે. આ મીશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે.

(11)= સમાન ભાગે હળદર અને ગોળ ગોમુત્રમાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે