દરરોજ આનો ઉપયોગ કરશો તો ક્યારેય વિટામિન અને લોહતત્વ ની ઉણપ નહિ સર્જાય

Saxi

Entertainment

શિયાળાને આરોગ્ય બનાવવાની ઋતુ કહેવાય છે. આ સિઝનમાં ગોળનો વપરાશ વધુ થાય છે. એમ કહેવાય છે કે જે શિયાળાના ચાર મહિનામાં સ્વાસ્થ્યવર્ધક આહારનું સેવન કરીને પોતાના શરીરને સાચવી લે છે તેમને પછીના આઠ મહિના પાછું વળીને જોવું નથી પડતું. શિયાળામાં ગોળનું જ ગળપણ વાપરવાનું કહેવાયું છે. કોઈ પણ મીઠાઈ અથવા ઠંડીમાં ખવાતા પાક પચવામાં ભારે હોય છે, પણ જો એ ગોળ નાખીને બનાવવામાં આવે તો સહેલાઈથી પચી શકે છે; કારણ કે ગોળ પાચન માટે ઉત્તમ છે. તે બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક છે.

ગોળ ભોજન ને સ્વાદિષ્ટ કરે છે એટલુંજ નહિ કબજિયાત, દુઃખાવો અને સોજા જેવી બીમારીઓ પણ દૂર કરે છે.તે ઉપરાંત ગોળ માં કેરટિન, નિકોટીન, વિટામિન-એ, b1, b2 , c તે ઉપરાંત આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે. ગોળ ની તાસીર ગરમ છે.ગોળ ખાવા થી ઇમ્યુનીટી વધે છે. ઘણી વખત કોલ્ડ અને ફલૂ ની સમસ્યા માં ગોળ ને વિટામિન સી અને ઝીંક ના સપ્લીમેન્ટ તરીકે લેવામાં આવે છે. બાળક થી લાય ને મોટાઓ ને જયારે શરદી ખાંસી ની સમસ્યા થાય છે ત્યારે ગોળ માં સરખા ભાગ ના ઘી અને શુંઠ ઉમેરી ને ખવડાવવા માં આવે છે તેનાથી શરદી ખાંસી માં ખુબજ રાહત મળે છે.ખાંડ થી ફક્ત કેલરી વધે છે અને તેમાં હાનિકારક કેમિકલ હોય છે જે શરીર ને નુકશાન કરે છે જયારે ગોળ ને કુદરતી ગણવા માં આવે છે અને તેમાં ઘણા પોષક તત્વ પણ રહેલા છે.

:-ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે ગોળ:-ડાયાબિટીસના દરદીઓને ગોળનું ગળપણ નુકસાન નથી કરતું એ પણ એક ગેરસમજણ જ છે. છેલ્લે તો એ ગળ્યો જ છે તેથી બ્લડ શુગર વધારે જ છે. હા, જો તમે ડાયાબિટીસ દરદી તરીકે ચામાં થોડી મીઠાશ લેવાની ઇચ્છા ધરાવતા હો તો સાકરની જગ્યાએ ગોળ ખાવાથી સ્વાસ્થ્યને ઓછી હાનિ પહોંચશે.

જાણો ગોળના પ્રકાર:-ગોળ તો બહુ સારો એવું માનતાં પહેલાં બજારમાં મળતા ગોળ અને એના પ્રકાર જાણી લેવા જરૂરી છે. બજારમાં બે પ્રકારના ગોળ ઉપલબ્ધ છે;(1)=શુદ્ધ દેખાતો આછા પીળા રંગનો ગોળ અને(2)=એકદમ ઘેરા ચૉકલેટી રંગ જેવો ગોળ. બન્નેના સ્વાદમાં પણ તફાવત હોય છે.

ગોળ ખાવાના ફાયદા ઘણા છે

*બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક છે*ગોળ શિયાળો શરૂ થતાં જ દરેકના ઘરમાંથી વસાણાં નાખીને બનાવાતા અડદિયા પાક, ગોળપાપડી, ખજૂર પાક, વિવિધ પ્રકારની રાબ આ બધું બનવાની સુગંધ આવવા લાગે છે. આ બધામાં એક જે બહુ જરૂરી વસ્તુ છે એ છે ગોળ.*સાકર કરતાં ગોળ વધુ સારો તેથી હંમેશા સાકાર,ખાંડ નો ઉપયોગ હંમેશા ઓછો કરવો જોઈએ અને ગોળ નો ઉપયોગ વધુ કરવો જોઈએ .*ગોળ માં બનાવેલી વસ્તુ ખાંડ માં બનાવેલી વસ્તુ કરતા ટેસ્ટ માં ઘણી સારી હોય છે .*ગોળ ની તાસીર ગરમ છે પરંતુ ગોળ ને પાણી માં ઓગાળી ને તેમાં લીંબુ નો રસ ઉમેરી ને શરબત બનાવવું , આ શરબત ને સુતરાવ કાપડ થી ૫-૧૦ વાર ગાળવું . આ ગોળ નું શરબત ઉનાળા માં પીવાથી શરીર ને ખુબજ ઠંડક પ્રદાન કરે છે.*ગોળ આપણે ભોજન સાથે લૈયે તો આપડા શરીર માં ઘણા ફેર પડે છે.*ગોળ ખાવાથી લોહ તત્વ એટલે કે હિમોગ્લોબીન માં પણ વધારો થાય છે.

નાના બાળકો ને ગોળ માંથી બનાવેલી વસ્તુ ખવડાવવી જોઈએ જેથી બાળકો ને તાકાત મળે છે. તે ઉપરાંત લોહતત્વ મળે છે અને પેટ પણ સાફ આવે છે.