આટલું કરશો તો જળ મૂળ થી મટી જશે કબજિયાત

Saxi

Entertainment

કબજિયાત, પાચન તંત્ર ની એ સ્થિતિ ને કહે છે જેમાં કોઈ વ્યક્તિ (કે જાનવર) નું મળ બહુ કડક થઈ જાય છે તથા મળત્યાગ માં કઠિનાઈ થાય છે. કબજિયાત આમાશય (આંતરડા)ની સ્વાભાવિક પરિવર્તનની એવી અવસ્થા છે, જેમાં મળ નિષ્કાસનની માત્રા ઓછી થઈ જાય છે, મળ કડક થઈ જાય છે, તેની આવૃતિ ઘટી જાય છે અથવા મળ નિષ્કાસનના સમયે અત્યાધિક બળનો પ્રયોગ કરવો પડે છે. સામાન્ય આવૃતિ અને અમાશયની ગતિ વ્યક્તિ વિશેષ પર નિર્ભર કરે છે. (એક સપ્તાહ માં ૩ થી ૧૨ વખત મળ નિષ્કાસનની પ્રક્રિયા સામાન્ય માનવામાં આવે છે.કબજિયાત થવા ના ઘણા કારણો હોય છે જેમ કે, બેઠાળુ જીવન, જરૂર કરતા ઓછું પાણી પીવું, મેંદા વાળો ખોરાક, ટેન્શન વાળું જીવન અને એ સિવાય ઘણું બધું.

* કબજિયાત વાળા માટે ચણા ઉપકારી છે. આને ભીંજાવી ખાવા શ્રેષ્‍ઠ છે. જો‍ ભીંજાવેલા ચણા ન પચે તો ચણા ને ઉકાળી નમક આદુ મેળવી ખાવા જોઈએ.* લીંબુ નો રસ ગરમ પાણી સાથે રાત્રિ‍ માં લેતા દસ્‍ત સાફ આવે છે. લીંબુ નો રસ અને સાકર પ્રત્‍યેક ૧૨ ગ્રામ એક ગ્લાસ પાણીમાં મેળવી રાત્રે પીતા અમુક જ દિવસોમાં જુના માં જુનો કબજિયાત દૂર થઈ જાય છે.* સવારે નાસ્તામાં નારંગી નો રસ ઘણાં દિવસો સુધી પીતા રહેવાથી મળ પ્રાકૃતિ‍ક રૂપે આવવા લાગે છે. આ પાચન શક્‍તિ‍ વધારે છે.* મેથી ના પાનનું શાક ખાવાથી કબજિયાત દૂર થઈ જાય છે.* ઘઉં ના જ્વારાનો રસ લેવાથી કબજિયાત નથી રહેતી.* ધાણા સૂતા સમયે અડધી ચમચી પીસેલી વરિયાળીની ફાંકી ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય છે.* તજ સૂઠ, એલચી જરા મેળવી ને ખાતા રહેતા લાભ થાય છે.* ટમેટા કબજિયાત દૂર કરવા માટે અચૂક દવા નું કામ કરે છે. અમશય આંતરડા માં જમા મળ પદાર્થ કાઢવામાં અને અંગોં ને ચેતનતા પ્રદાન કરવામાં ખૂબ મદદ કરે છે. શરીર નાઆંતરિક અવયવોં ને સ્‍ફૂર્તિ‍ દે છે.* નાની હરડે અને કાળું મીઠું સમાન માત્રા માં મેળવી પીસી લો. નિ‍ત્‍ય રાત્રે આની બે નાની ચમચી ગરમ પાણી સાથે લેતા દસ્‍ત સાફ આવે છે.* ઈસબગોલ બે નાની ચમચી ઈસબગોલ ૬ કલાક પાણીમાં પલાળી એટલી જ સાકરશ્રી મેળવી જળ સાથે લેતા દસ્‍ત સાફ આવે છે.

કબજિયાત માં રાહત મેળવવા માટે બને ત્યાં સુધી દિવસ માં ૧૨ થી ૧૫ ગ્લાસ પાણી પીવું, ફ્રિજ નું પાણી પીવાનું ટાળવું, વાસી ખોરાક ના લેવો તથા થોડી કસરત કરવી જોઈએ.