Om Bla Bla
Om Bla Bla

રવા વડા રેસીપી

Rava vada (Semolina vada) recipe

How to make રવા વડા રેસીપી ?

રવા વડા રેસીપી એ બહુ સ્વાદીશ અને કંઈક અલગ ડીશ છે. નાસ્તા માટે એકદમ સરળ છે. તો આજે જ બનાવો રવા વડા રેસીપી. જાણી લો કેવી રીતે બને છે રેવા વડા રેસિપી
Preparation Time: 20 મિનિટ
Cooking Time:
Serve: 4

Ingredients for રવા વડા રેસીપી

# Ingredients
1. ૧ કપ રવો (સૂજી)
2. ૩/૪ કપ દહીં
3. ૩ લીલા મરચાં, ઝીણાં સમારેલાં
4. ૧ ચમચી આદું ની પેસ્ટ
5. ૧/૪ કપ તાજી લીલી કોથમીર, સમારેલી
6. ૧/૪ ચમચી ખાવા નો સોડા
7. તેલ તળવા માટે
8. મીઠું સ્વાદ અનુસાર

Steps of રવા વડા રેસીપી

# Steps
1. એક મોટા વાસણ માં રવો (સૂજી) અને દહીં ને મિક્સ કરી એમાં લીલા મરચાં, આદું ની પેસ્ટ અને મીઠું ઉમેરો.
2. હવે ૧/૪ કપ પાણી ઉમેરો અને હલાવો. (મિશ્રણ એક્દુમ ઘટ્ટ હોવું જોઈ એ. જેવું વડા માટે હોય એવું )
3. હવે એને ઢાંકી ને ૧૦ મિનિટ રહેવા દો.
4. એક કડાઈ માં તળવા માટે તેલ ગરમ મુકો.
5. હવે મિશ્રણ માં કોથમીર અને ખાવા નો સોડા ઉમેરી બરાબર હલાવો.
6. હવે હાથ ને પાણી થી ભીનો કરો અને ૧ ચમચી જેટલું મિશ્રણ હાથ માં લઇ એને દબાવો અને વચ્ચે આંગળી થી કાણું પાડો.
7. એને ગરમ તેલ માં મુકો અને મીડીયમ ગેસ પર સોનેરી કલર નું થાય ત્યાં સુધી તળો.
8. આવી જ રીતે બીજા બધા વડા તૈયાર કરો અને ગરમા ગરમ લીલી ચટણી સાથે પીરસો.

About Author of રવા વડા રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • INDRAVADAN Shah says:

    Very nice Receipy

  • Similar Posts
    Popular Posts