Om Bla Bla
Om Bla Bla

દૂધી ની ખીચડી રેસીપી

dudhi-ni-khichadi

How to make દૂધી ની ખીચડી ?

આપણે હંમેશા હેલ્થી રેસીપી વિશે વિચારતા હોઈ એ છે કે શું બનાવું જે હેલ્થી પણ હોય એન્ડ સ્વાદિષ્ટ પણ હોય. તો હું આજે તમારા માટે એવી જ એક રેસીપી લાવી છું જે ઉપવાસ માં પણ ચાલે અને ડિયેટિંગ માં પણ ચાલે. ઉપવાસ માં બટાકા અને તળેલું ખાઈ ને બહુ મજા નથી આવતી અને એમાં પણ ઘર ના વડીલો ને તો બિલકુલ પણ મજા ના આવે. એટલે હું દૂધી માંથી બનાવેલી રેસીપી લાવી છું. જે પચવા માં પણ સરળ છે એન્ડ કૈક હળવું શોધતા હોય તો એની માટે પણ સરસ વિકલ્પ છે. આને તમે બીજા પણ નામ આપી શકો છો. પણ મેં દૂધી ની ખીચડી નામ આપ્યું છે. જો તમે આ દૂધી ની ખીચડી બનાવશો તો વડીલો તો બહુ ખુશ થશે અને તમને આશીર્વાદ પણ બહુ આપશે. તો ફટાફટ જાણી લો આ દૂધી ની ખીચડી ની રેસીપી.
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for દૂધી ની ખીચડી રેસીપી

# Ingredients
1. ૧ મોટી દૂધી
2. ૧ મોટું બટાકું
3. ૧ લીલું મરચું, સમારેલું
4. ૧/૨ ચમચી જીરું
5. ૧/૪ ચમચી હિંગ
6. ૧/૨ કપ સીંગદાણા નો જાડો ભૂકો
7. ૩ ચમચી ઘી
8. મીઠું સ્વાદ અનુસાર (સિંધાલુણ મીઠું)
9. ૩ ચમચી કોથમીર, સમારેલી

Steps of દૂધી ની ખીચડી રેસીપી

# Steps
1. દૂધી અને બટાકા ની છાલ ઉતારી એને સમારી લો.
2. હવે પ્રેસર કૂકર માં ઘી ગરમ કરો અને જીરું ઉમેરો.
3. જીરું તતડે એટલે એમાં હિંગ અને લીલા મરચાં ઉમેરો.
4. હવે એમાં દૂધી, બટાકા એને મીઠું ઉમેરી હલાવો.
5. એમાં ૧ કપ પાણી નાખો અને હલાવો.
6. હવે એમાં ઉપર સીંગદાણા નો ભૂકો ભભરાવો અને કૂકર નું ઢાંકણું બંધ કરી દો.
7. એને મીડીયમ ગેસ પર ૪ સીટી સુધી અથવા તો ચડી જાય ત્યાં સુધી ચડવા દો.
8. કૂકર માંથી હવા નીકળી જાય પછી એને ખોલો અને એમાં કોથમીર ઉમેરી ને હલાવો.
9. ગરમ ગરમ દૂધી ની ખીચડી ને દહીં સાથે પીરસો.

About Author of દૂધી ની ખીચડી રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • brinda says:

    This is not khichdi .. this is cooked veggies type.. dudhi bataka nu shaak.. ama u can add tomato it will be awesome

  • Bhuva Sapna says:

    NYC recipe

  • Janki parmar says:

    We can’t use hing in faral.

  • Similar Posts
    Popular Posts