Om Bla Bla
Om Bla Bla

બ્રેડ રોલ રેસીપી

ગરમ ગરમ ચટણી સાથે પીરસો.

How to make બ્રેડ રોલ ?

Preparation Time: 20 મિનિટ
Cooking Time:
Serve: 4

Ingredients for બ્રેડ રોલ રેસીપી

# Ingredients
1. ૪ મધ્યમ બટાકા, બાફેલા
2. ૮ બ્રેડ સ્લાઈશ
3. ૧/૨ કપ લીલા વટાણા, બાફેલા
4. ૩ લીલા મરચાં, કાપેલા
5. ૧/૨ ચમચી ખાંડ
6. ૧ ચમચી આમચૂર પાવડર
7. ૧ ચમચી ગરમ મસાલો
8. ૨ ચમચી લીલા ધાણા, સમારેલા
9. તેલ તળવાં માટે
10. મીઠું સ્વાદ અનુસાર

Steps of બ્રેડ રોલ રેસીપી

# Steps
1. એક વાસણ માં બટાકા લઇ એને મસળો.
2. હવે એમાં લીલા વટાણા, ખાંડ, આમચૂર પાવડર, ગરમ મસાલો, લીલા ધાણા, લીલા મરચાં અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
3. આ મિશ્રણ ના એક સરખા ભાગ કરી એને લંબગોળ આકાર આપો.
4. હવે એક પહોળા વાસણ માં ૨ કપ જેટલું પાણી લઇ એમાં મીઠું ઉમેરી મિશ્રણ તૈયાર કરો.
5. બધી બ્રેડ સ્લાઈસ ની કિન્નારી કાપી નાખો.
6. હવે એક બ્રેડ સ્લાઈસ લઇ એને પાણી માં ડુબાડો અને પછી એ સ્લાઈસ ને બે હાથ વચ્ચે દબાવી બધું પાણી નીચવી લો.
7. એના પર બટાકા નો લંબગોળ રોલ મુકો અને બધી બાજુ હાથ વડે દબાવી ને બંધ કરી દો.
8. આજ રીતે બધા રોલ તૈયાર કરો.
9. હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે એને આછા ગોલ્ડન કલર ના તળી લો.
10. ગરમ ગરમ ચટણી સાથે પીરસો.

About Author of બ્રેડ રોલ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts